////

ક્લીક કરી જુઓ, ડાયમંડ સીટીની અજાણી વાતો

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે. સુરત ગુજરાતનું 2જા ક્રમનું અને ભારતનું 9માં ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ બાદ જો કોઇ શહેરનો નંબર આવતો હોય તો તે છે સુરત.

વિશ્વના 90થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5% GDP સાથે ભારતનાં સર્વાધિક GDP જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું 3જા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં 4થા ક્રમનું સૌથી ઝડપથી વિકસતુ શહેર છે.

શહેરની વસ્તીની જો વાત કરવામાં આવે તો ગણતરીના આંકડાઓ મુજબ સુરતની હાલની વસ્તી 44.6 લાખ છે.

ઇતિહાસ જે આજે પણ કાયમ છે

આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યારબાદ પોર્ટુગીઝો અને બાદમાં અંગ્રેજો માટે મુખ્ય બંદર બન્યુ હતું. ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેઓેએ સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યારબાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણપ્રદેશથી લાટ તરફ વિસ્તર્યું હતું, પણ તે ફક્ત દમણની આસપાસનાં મહાળ ક્ષેત્ર પૂરતું સીમિત હતું. તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યારબાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું.

ભારતની સ્વતંત્રતા બાદ પણ આશરે 30 વર્ષ સુધી સુરત વડોદરા બાદ ત્રીજા સ્થાને આવતું હતું. ઇ.સ 1980નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપી વિકાસ કરનારૂ શહેર છે.

ઇ.સ 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મૃત પશુ-પક્ષીઓ નજરે ચડતા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આ વચ્ચે 25 લાખની વસ્તીમાં 40 લોકોને રોગની અસર થઇ, પરંતુ તેના પડઘા દેશમાં પડ્યાં હતા.

૭ ઓગસ્ટ 2006ના રોજ થયેલા વરસાદથી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક પુરમાં સુરત શહેરને અબજો રૂપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ આજે પણ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા શહેરની વાત કરવામાં આવે તો તે સુરત છે.

સુરતનું એયરપોર્ટ 29 એપ્રિલ, 2007નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ 6 મે, 2007નાં રોજ શરૂ કરવામાં આવી હતી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી, પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરૂ કરાયેલી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે 2020નો સિટી સર્વે રીપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સુરત શહેર દેશમાં બીજા નંબરે આવ્યુ હતું.

બ્રિજ નગરી

રાજ્યમાં જો સૌથી વધુ બ્રિજની વાત કરવામાં આવે તો તેમાં સુરત શહેરનું નામ મોખરે આવે. શહેરમાં 100થી પણ વધુ બ્રિજ આવેલા છે. મુંબઇમાં બ્રિજ સૌથી વધુ પરંતુ સિદ્ધિઓ મામલે જો બ્રિજની તુલના કરવામાં આવે તો તેમાં રાજ્યનું સુરત મોખરાનું સ્થાન હાંસલ કરે.

સુરતના લોકો ખાવા-પીવાના પણ એટલા જ શોખીન છે, તેથી જ એક કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ”. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published.