
કોરોના વાયરસની ઝપેટમાં વિશ્વના 182 દેશો આવી ગયા છે.તેમાં 11,186 લોકોના મોત નિપજી ચુક્યા છે. જયારે 75, 15 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસની ટીમમાં એક કર્મચારીનો કોરોનોવાયરસ પોઝિટીવ સામે આવ્યો છે. તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ પેંસનાં સંપર્કમાં ન હતા. મધ્ય પ્રદેશના જબલપુરમાંથી કોરોના વાયરસના ચાર પોઝિટીવ કેસો અચાનક સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી એક પણ કેસ બન્યો હતો, પરંતુ એકસાથે ચાર કેસો સામે આવતા રાજ્ય તંત્ર યુદ્ધના ધોરણે તૈયારીમાં લાગી ગયુ છે. માહિતી મુજબ ચારે દર્દીઓ જર્મની અને દુબઇથી સ્વદેશ આવ્યા હતા. જેમના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાના કુલ પાંચ નવા કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં કુલ ત્રણ કેસ હોવાનું જણાયું છે તેમજ વડોદરામાં બે કેસ નોંધાયા છે. આ અગાઉ ગુરુવારે રાજકોટ તેમજ સુરત ખાતે એક-એક પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સાત થઈ ગઈ છે.
અમદાવાદમાં સાઉથ બોપલમાં રહેલા એક શખ્સને કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. 27 વર્ષનો યુવક યુકેથી મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ ફ્લાઈટમાં આવ્યો હતો. દર્દીના સંપર્કમાં આવેલા પરિવારજનો ઉપરાંત તમામ વ્યક્તિનું લિસ્ટ તૈયાર કરીને સ્વાસ્થ્ય વિભાગે તેમની ચકાસણી શરૂ કરી છે. આ ઉપરાંત વડોદરામાં બીજો કેસ નોંધાયો છે જેમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના વાયરસનાં શુક્રવારે દેશમાં નવા 63 કેસ નોંધાયા બાદ દર્દીઓની સંખ્યા આઈસીએમઆર પ્રમાણે 236 જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે 223 થઇ ગઇ છે. જેના કારણે દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારે આ બીમારી વધારે વકરે નહીં તે માટે જાહેર સ્થાનો બંધ કરી દીધા છે. દેશને સંબોધન કરીને વડાપ્રધાન મોદીએ લોકોને 22મી માર્ચે જનતા કર્ફ્યૂ કરવાનું કહ્યું છે. આ બાદ તેમણે કાલે તમામ રાજ્યનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ સાથે વાતચીત કરી હતી.