/

રાજકોટની સેન્ટ્રલ જેલ કઇ રીતે બની રહી છે ફાઈવસ્ટાર જેલ જાણો વધુ

રાજકોટની જીલ્લા જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ગઈકાલે અમદાવાદની જડતી સ્કોર્ડ દ્વારા જિલ્લા જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન જિલ્લા જેલની અંદર આવેલ દવાખાના વિભાગના ઓપીડી રૂમમાંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો જે સમગ્ર મામલે મોબાઇલ ફોન કબજે કરી એફ.એસ.એલ.ની મદદ લઈ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

બે દિવસ પૂર્વે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં જિલ્લા જેલ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં 6 તારીખ ના રોજ જિલ્લા જેલમાં સેલોટેપ થી વિંટેલો એક દડો મળી આવ્યો હતો. જે દડો સવારના ભાગે જેલ અધિક્ષક ની હાજરીમાં ખોલતાં તેમાંથી બે મોબાઇલ ફોન બે ચાર્જર તેમજ તમાકુ મળી આવ્યું હતું.

તો થોડા દિવસો પૂર્વે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી કે રાજકોટની જિલ્લા જેલ માં રહેલ હત્યાના આરોપી એવા રિયાઝ દલ દ્વારા ઋષિ ઠાકર નામના વ્યક્તિને જેલમાંથી ફોન કરી વ્યાજ માટેની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે તો સાથે જ ઋષિ ઠાકરની કોલ details નો રિપોર્ટ પણ પોલીસે મેળવ્યો છે. તો સાથે જ જેલમાં રહેલ આરોપીની પૂછપરછ કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત 7 જાન્યુઆરી થી લઈ 10 ફેબ્રુઆરી સુધીમાં રાજકોટની જિલ્લા જેલમાં પાંચ જેટલા મોબાઇલ ફોન ચાર્જર તેમજ તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેલ પ્રશાસન દ્વારા અવારનવાર એવા દાવાઓ કરવામાં આવે છે કેજો જેલ પ્રશાસન સાથે જોડાયેલ કોઇ કર્મચારીની પણ સાઠગાંઠ સામેલ હશે તો તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં પ્રતિબંધિત વસ્તુઓ સાથે જોડાયેલ એક પણ વ્યક્તિ નો પર્દાફાસ કરવામાં નથી આવ્યો. ત્યારે સમગ્ર મામલે એક જ સવાલ સામે આવી રહ્યો છે કે આખરે જેલમાં ચાલતા આ પ્રતિબંધિત વસ્તુઓનો કારોબાર પર રોક ક્યારે લાગશે

Leave a Reply

Your email address will not be published.