//

જાણો તબલીગ જમાતના મરકઝની શરૂઆત કેવી રીતે થઈ, શું છે તબલીગી જમાત?

દિલ્લીના નિઝામુદ્દીનમાં યોજાયેલા તબલીગ જમાતના ધાર્મિક કાર્યક્રમ એટલેકે મરકઝમાં ગુજરાત સહિતના અનેક લોકો પહોંચ્યા હતા. ત્યારે વાત કરીએ તબલીગ જમાત અને મરકઝ એટલે શું?મરકઝ એટલે કેન્દ્ર, તબલીગનો અર્થ થાય છે ધર્મનો પ્રચાર, અને જમાત એટલે સમૂહ અથવા ટોળું.. છેલ્લા કેટલાક દિવસોથી આ ત્રણ શબ્દો ચર્ચામાં છે. દિલ્લીનો નિઝામુદ્દીન વિસ્તાર કોરોના વાયરસ ફેલાવવાના આ કપરા કાળમાં ચર્ચાનો વિષય બન્યો છે..માર્ચ મહિનામાં નિઝામુદ્દીન વિસ્તરમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.. અહિંયા આ કાર્યક્રમની વાત એ નવી નથી પરંતુ આ આયોજન ત્યારે કરવામાં આવ્યું જ્યારે સમગ્ર દેશમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે તબલીગ જમાતનું કહેવું છે કે જનતા કર્ફયુના એલાન સમયેજ તેમણે આ ધાર્મિક કાર્યક્રમ રોકી દીધો હતો.. સંપૂર્ણ લોકડાઉનના કારણે ઘણાં લોકો પાછા નથી જઈ શક્યા. તો આવો જાણીએ શું છે તબલીગી જમાત અને કેમ થઈ રહી છે તેના પર ચર્ચાતબલીગી જમાતનો જન્મ ભારતમાં 1926- 27માં થયો. મૌલાના મોહમ્મદ ઈલિયાસ નામના એક ઈસ્લામિક સ્કોલરએ તેનો પાયો નાખ્યો હતો.

પરંપરા મુજબ મૌલાના મોહમ્મદ ઈલિયાસે તેમના કામની શરૂઆત દિલ્લી નજીક આવેલા મેવાગમાં લોકોને ધર્મની શિક્ષા આપવા સાથે કરી હતી જે પછીથી મોટું થતું ગયું. તબલીગી જમાતની પ્રથમ મીટીંગ ભારતમાં 1941માં મળી હતી જેમા 25 હજાર લોકોએ ભાગ લીધો હતો 1940ના દશકામાં જમાતનું કામકાજ અવિભાજીત ભારત સુધી સિમિત હતું પછી તેની શાખાઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી વિસ્તરી હતી.. જમાતના કામનો ફેલાવો ઝડપથી થયો અને દુનિયા સુધી વિસ્તર્યો, તબલીગી જમાતનો સૌથી ભવ્ય કાર્યક્રમ દર વર્ષે બાંગ્લાદેશમાં થાય છે.. પાકિસ્તાનના રાયવીનમાં પણ દર વર્ષે કાર્યક્રમ યોજાય છે જેમાં દુનિયાભરના લાખો મુસ્લિમો ભાગ લે છે.. મૌલાના આઝાદ નેશનલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સિલર રહી ચૂકેલા ઝફર સરેશવાલા વર્ષોથી આ જમાત સાથે સંકળાયેલા છે..તેમના કહેવા મુજબ વિશ્વની આ સૌથી મોટી સંસ્થા છે જેના સેન્ટર 140 દેશમાં છે.. ભારતના દરેક મોટા શહેરોમાં તેના મરકઝ એટલે કે કેન્દ્ર છે આ મરકઝો પર ઈઝતિમા એટલે ધાર્મિક શિક્ષા માટે આયોજન કરવામાં આવ છે જેથી લોકો આવતા જતા રહે છે.. તબલીગી જમાતનો શાબ્દિક અર્થ એવો થાય કે આસ્થા અને વિશ્વાસને લોકોમાં ફેલાવતો સમૂહ. ખાસ કરીને આયોજનો, પોશાક અને વ્યક્તિગત વ્યવહાર માટે.

તો ક્યા સુધી ફેલાયેલી છે આ તબલીગી જમાત
સ્થાપના પછી તબલીગી જમાતનો ફેલાવો થતો રહ્યો, તેનો પ્રચાર મેવાગથી બીજા પ્રાંતો સુધી થયો.. 1940ના દશકમાં તબલીગી જમાતનો કામકાજ અવિભાજીત ભારત સુધી સિમિત હતો ત્યાર બાદતેની શાખાઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી વિસ્તરી હતી.. જમાતના કામનો ફેલાવો ઝડપથી થયો અને દુનિયાના અન્ય દેશો સુધી વિસ્તર્યો. હાલમાં ભારત, પાકિસ્તાન. બાંગ્લાદેશ ઉંપરાત બ્રિટન અને અમેરિકા સુધી તેનું સંચાલન થઈ રહ્યું છે સાથેજ ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરમાં પણ તે કાર્યરત છે.

જમાતનું આયોજન કઈ રીતે થાય છે?
જમાતનું કામ સવારથીજ શરૂ થઈ જાય છે. સવાર પડતાજ જમાતના દરેક લોકોને નાના નાના જૂથોમાં વહેંચી દેવામાં આવે છે. દરેક જૂથમાં 8થી 10 લોકો હોય છે.. આ લોકની પસંદગી જમાતના વરિષ્ઠ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હોય છે.. આ પછી દરેક જૂથને તેમની નિર્ધારિત જગ્યાએ જવા માટે આદેશ આપવામાં આવે છે. આ જૂથના દરેક સભ્યએ કામના કેટલા પૈસા આપ્યા છે તેના આધારે જૂથને મોકલવાની જગ્યા નક્કી થતી હોય છે અને સાંજના સમયે જો નવા લોકો જમાતમાં જોડાય તેમની સાથે ઈસ્લામમાં પર ચર્ચા કરવામાં આવે છે. અંતે સૂરજ ડૂબ્યા પછી કુરાન વાંચવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના આદર્શો કહેવામાં આવે છે. અન્ય સંસ્થાની જેમ અહિં લેખીતમાં કોઈ નિયમ હોતા નથી પણ એક સિસ્ટમનું પાલન જરૂર કરવામાં આવે છે. જમાતના વડીલોને અગ્રિણતા આપવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે ખાસ નિર્ણયો અમીરો દ્વારા લેવાતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.