//

ટ્રમ્પનાં આગમનને લઇને ગુજરાત પોલીસનો એકશન પ્લાન જાણો

અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતમાં અમદાવાદમાં પધારવાનાં છે. તેમની સાથે દેશના વડાપ્રધાન મોદી પણ ગુજરાતની રીત મુજબ અતિથિ દેવો ભવનું પાલન કરીને અમદાવાદના મોંધેરા મહેમાન ટ્રમ્પની આગતા-સ્વાગતા કરશે. તેમના સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સંપૂર્ણ સુરક્ષા અંગેની તૈયારીઓ કરી રહ્યા છે. જેની જવાબદારી સીપી અજય તોમરને મળી છે. તેઓ એક પછી એક બેઠકો યોજીને તમામ ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી રહ્યા છે. ટ્રમ્પ અને મોદી બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટમાં તેમનું ભવ્ય સ્વાગત થશે. ત્યાંથી ટ્રમ્પ અને પીએમ મોદી સાબરમતી આશ્રમ જશે. ભાટ-કોટેશ્વર થઇને મોટેરા આશ્રમ પહોંચશે. તમામ પોલીસ એજન્સીઓ, એસપીજી, મહાનુભાવોને સુરક્ષા પ્રદાન કરશે. સુરક્ષામાં કોઇપણ જાતની બાંધછોડ કરવામાં આવશે. નહિં. અમદાવાદ સિવાય બહારથી પણ પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો છે. સુરક્ષા માટે તમામ અધતન ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડિઆરડીઓ અધતન ડ્રોનનો પણ સુરક્ષા અર્થે ઉપયોગ કરવામાં આવશે. જેને લઇને આજે સીપી અજય તોમરની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં અજય તોમરે જણાવ્યુ હતુ કે, સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ રાખવામાં આવશે નહીં. રાજય સરકાર અને રાજય પોલીસ વડા સુરક્ષા અંગે સંકલન કરી રહ્યા છે. એસપીજી અને નેશનલ સિકયોરિટી ગાર્ડ, રાજયનાં એટીએસ, આરએએફ, ક્રાઇમ બ્રાંચ, સિકેટ સર્વિસ, રેપિડ એકશન ફોર્સ, અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંકલન કરી રહી છે. સુરક્ષા અંગે નજર રાખવા ધાબા પોઇન્ટ બનાવવામાં આવશે તેમજ રૃટ પર મોટી સંખ્યામાં પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. તમામ એજન્સીઓ, એએમસી, ટ્રાન્સફોર્ટ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને સંકલન કરશે. સુરક્ષામાં એસપીજી અને ચેતન કમાન્ડો પણ હાજર હશે.


સ્ટેડિયમમાં પ્રવેશ કંઇ રીતે મળશે?
૧ લાખ ૧૦ હજાર લોકોની કેપિસિટી ધરાવતું મોટેરા સ્ટેડિયમમાં એક પાસ ઉપર એકજ વ્યકિતને પ્રવેશ મળશે. પાસ વગર એન્ટ્રી કરવામાં આવશે નહીં. ઉપરાંત આંમત્રિત મહેમાનો જ પ્રવેશ મળશે. કેટલાક મહેમાનોને જીએમડીસી બસ મારફતે સ્ટેડિયમ લઇ જવામાં આવશે. મોબાઇલ ફોન સિવાય કોઇ અન્ય વસ્તુઓ સ્ટેડિયમમાં લઇ જવા દેવામાં આવશે નહીં. સ્ટેડિયમમાં વિવિધ જિલ્લાની અલગ-અલગ બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


કેવી હશે ટ્રાફિક વ્યવસ્થાઓ?
ટ્રાફિક વ્યવસ્થાઓ માટે ટ્રાફિક વિભાગે આગોતરુ આયોજન કર્યુ છે. કોઇ જ અગવડતા ના પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યુ છે. વિવિધ રસ્તાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે માટે અન્ય વૈકલ્પિક રસ્તાઓ ઉભા કર્યા છે. સાથે જ ક્રેનની વ્યવસ્થાઓ પણ ઉભી કરી છે. મોટેરાની આસપાસ રહેતા લોકોને કોઇ અગવડ ના પડે તેની ટ્રાફિક પોલીસ પુરતી તકેદારી રાખશે.

Leave a Reply

Your email address will not be published.