/

જાણો મહાશિવરાત્રીનું પૌરાણિક મહત્વ

ભગવાન શંકરનો તહેવાર શિવરાત્રી. શિવરાત્રી તહેવારની ઉજવણી કરવા માટેનું ધાર્મિક અનેરું મહત્વ રહેલું છે. ધાર્મિક દ્રષ્ટિએ શિવરાત્રીની વિશેષ મહત્વ રહેલું છે. શિવરાત્રીના દિવસે શિવ ભક્તો ખાસ પૂજા-અર્ચના કરી ભગવાન ભોળાનાથને યાદ કરે છે.

મહાશિવરાત્રીનું મહત્વ
મહાશિવરાત્રીના દિવસે વિશેષ અપરણિત મહિલાઓ વ્રત કરે છે અને લગ્નની કામના કરે છે માન્યતા એવી પણ જોડાયેલી છે કે પરણિત મહિલાઓ પોતાના સુખી જીવન માટે વ્રત રાખે છે. પ્રાચીન ધાર્મિક માન્યતા એવી છે કે મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.

ઈશાન સંહિતા પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થયા હતા.એટલા માટે જ આ પર્વને મહાશિવરાત્રી કહે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપોનુ નાશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.