/

કોરોના વાઇરસને લઇ ગઢડાના એસપી સ્વામીએ શું કરી અપીલ જાણો

કોરોના વાયરસ સામે તકેદારીનાં પગલાં રૂપે રાજ્યભરના નાગરિકોને અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને ગઢડાના એસ.પી.સ્વામીએ જનતા કર્ફ્યુમાં જોડાવવા સતર્ક રહેવા આહવાન કર્યું છે.

મહત્વની વાત છે કે કોરોનાને લઇ દેશ અને દુનિયામાં ફફડાટ છે ગુજરાતમાં પોઝિટિવ કેસ નોંધવાની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 13 કેસ પોઝિટિવ નોંધાય ગયા છે ત્યારે આગામી 22મી જનતા કર્ફ્યુ છે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશની જનતાને એક દિવસ કર્ફ્યુ પાડવા આહવાન કર્યું છે ત્યારે કોરોના વાયરસ સામે તકેદારીનાં પગલાં રૂપે રાજ્યભરના નાગરિકોને સાધુ સંતો પણ આહવાન કરી રહ્યા છે. ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એસ પી સ્વામીએ જણાવ્યું હતું કે લાલજી મહારાજે પણ અપીલ કરી છે કે જે પણ સૂચનાઓ તંત્ર દ્વારા અપાઈ છે તેનું પાલન કરીએ.

Leave a Reply

Your email address will not be published.