/

તમને ખબર છે! બ્રેકઅપ પછી છોકરીઓ શું કામ કરે છે? તમારે પણ જાણી લેવું જોઈએ

સંબંધો તૂટ્યા પછી છોકરીઓ ભલે પુરી રીતે તૂટી જાય, પરંતુ તેઓ બહારથી પોતાને ખૂબ જ મજબૂત બતાવવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની જાતને ખુશ બતાવવાનો પ્રયત્ન કરે છે અને તેમને તમારા જવાથી બહુ ફરક પડ્યો નથી.

relationship: જ્યારે સંબંધ (relation)માં બે પાર્ટનર (partner) આવે છે, ત્યારે તેઓ ધીમે ધીમે એકબીજાને સમજે છે. પરંતુ આ સમય દરમિયાન તમે તમારા સંબંધને સમજો છો અને અહેસાસ થાય છે કે, તે તમારા માટે યોગ્ય નથી. આવા સંજોગોમાં મોટાભાગના યુગલો બ્રેકઅપ (breakup) કરવાનું પસંદ કરે છે. જો કે, છોકરીઓ આ બાબતમાં ખૂબ જ અલગ છે. પાર્ટનર સાથેના બ્રેકઅપ બાદ તેમના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તેઓ પોતાનું ધ્યાન એવી વસ્તુઓ પર કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે જેનાથી પોતાના પૂર્વ એક્સ પ્રેમીને ઈર્ષા થાય.

છાનામાના પૂર્વ પ્રેમીના જીવનમાં નજર રાખે છે
ભલે તમે તમારી ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે બ્રેકઅપ કરી લીધું હોય, પણ તે ક્યારેય તમારા પર નજર રાખવાનું બંધ કરતી નથી. તેણીથી અલગ થયા પછી તમે તમારું જીવન કેવી રીતે જીવી રહ્યા છો તેના પર તે ચોક્કસપણે ધ્યાન આપે છે. ક્યાંક તમારા જીવનમાં કોઈ બીજી છોકરી નથી અથવા તમને તેનાથી દૂર રહેવાની કોઈ દુખ છે કે નહીં વગેરે વગેરે. છોકરીઓ ખૂબ સંવેદનશીલ હોય છે, તેથી બ્રેકઅપ પછી પણ, તમે તેમના વિના તમારું જીવન કેવી રીતે ચલાવી રહ્યા છો તે જાણવામાં તેને ખુબ રસ હોય છે.

સોશિયલ મીડિયા પર બને છે વધુ સક્રિય
સંબંધો તૂટ્યા પછી છોકરીઓ ભલે પુરી રીતે તૂટી જાય, પરંતુ તેઓ બહારથી પોતાને ખૂબ જ મજબૂત બતાવવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની જાતને ખુશ બતાવવાનો પ્રયત્ન કરે છે અને તેમને તમારા જવાથી બહુ ફરક પડ્યો નથી. આ દરમિયાન, તે તમને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય દેખાશે, તેમજ વિવિધ શૈલીમાં ઘણા ફોટા પોસ્ટ કરે છે. ઘણી વખત તે એવા સ્ટેટસ પણ પોસ્ટ કરે છે, જેમાં મેણા-ટોણા મારવાનો પણ સમાવેશ થાય છે.

મિત્રો સાથે વધુ સમય વિતાવે છે
ઘણીવાર એવું જોવામાં આવે છે કે, જ્યારે કોઈ ખાસ વ્યક્તિ છોકરીઓના જીવનમાં પ્રવેશે છે, તો પછી ધીમે ધીમે તેઓ તેમના સંબંધોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાને તેના માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે. આવી સ્થિતિમાં તેના મિત્રો તેનાથી દૂર જતા રહે છે, જોકે બ્રેકઅપ બાદ તેને પહેલા આ મિત્રોની મદદ લેવી પડે છે. બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછી, છોકરીઓ તેમના દિલના દુ:ખ મિત્રો સાથે શેર કરે છે અને તેમાંથી બહાર નીકળવા માટે મોટાભાગનો સમય મિત્રો સાથે વિતાવે છે.

અનબ્લોક કરીને સ્ટેટસ જોઈ લે છે
એવું નથી કે છોકરીઓ બ્રેકઅપ પછી પણ તમને બ્લોક રાખે છે. કેટલીકવાર તે તમને અનબ્લોક કરે છે અને વચ્ચે-વચ્ચે તમારા સ્ટેટસ અને પ્રોફાઇલ તપાસે છે. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે અને તમે કોની સાથે સમય પસાર કરી રહ્યા છો તે જાણવા માટે તે હંમેશા તમારા સ્ટેટસ પર નજર રાખે છે. છોકરીઓ અનબ્લોક કર્યા પછી ચેક કર્યા બાદ ફરીથી બ્લોક કરી દે છે.

Leave a Reply

Your email address will not be published.