////

જાણો મ્યુકોરમાઈકોસિસના કેસ કેમ વધી રહ્યા છે, તમારી આ એક ભુલ પણ પડી શકે છે ભારે

રાજ્ય સરકારે રાજ્યમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. હવે તેને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય દેશના અનેક ભાગોમાં આ બ્લેક ફંગસે કહેર વર્તાવ્યો છે.

આ મામલે ચિકિત્સા વિશેષજ્ઞોનું માનવું છે કે જો ધોયેલા સ્વચ્છ માસ્કનો ઉપયોગ ન કરવામાં આવે તો ઓછા હવા ઉજાસવાળા રૂમમાં રહેવાથી બ્લેક ફંગસ જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વાતોને પ્રમાણિત કરવાના કોઈ ક્લિનિકલ પુરાવા નથી. આથી આ વાતો પર વધુ ભરોસો કરી શકાય નહીં.

દિલ્હીમાં પણ આ બ્લેક ફંગસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિલ્હીની અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ કહ્યું કે તેમના ત્યાં અનેક દર્દીઓ દાખલ થયા છે. જેમાં સાધારણ રોગી અને કોરોનાના દર્દી બંને છે. જેમાંથી અનેક મ્યુકોરમાઈકોસિસ કે બ્લેક ફંગસથી સંક્રમિત હતા. તપાસમાં જાણવા મળ્યું કે લાંબા સમય સુધી ધોયા વગરના વપરાયેલા માસ્ક તેઓ પહેરી રાખતા હતા. જેના કારણે આ સમસ્યા થઈ.

એપોલો હોસ્પિટલના વિશેષજ્ઞનું કહેવું છે કે બ્લેક ફંગસનું મુખ્ય કારણ સ્ટેરોઈડનો અયોગ્ય રીતે ઉપયોગ છે. તેમણે કહ્યું કે બીજી વાત એ છે કે લાંબા સમય સુધી ધોયા વગરના માસ્ક કે ઓછા હવા ઉજાસવાળા રૂમમાં રહેવા જેવા કારણોને પણ જવાબદાર ગણું છું. આથી હું કહીશ કે બીજી વાત પણ મ્યુકોરમાઈકોસિસને પેદા કરવાનું એક કારણ હોઈ શકે છે.

તો સર ગંગારામ હોસ્પિટલના ઈએનટી વિભાગના અધ્યક્ષે કહ્યું કે આપણા શરીરમાં નાસિકા માર્ગમાં અને નેસોફિરિજિયલ વિસ્તારમાં પ્રતિક રીતે મ્યુકર હોય છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે જે રીતે કોવિડના કેસમાં થાય છે, ત્યારે આ મ્યુકર વધવાનું શરૂ કરી દે છે અને સંક્રમણ પેદા કરે છે. જેમાં નાકથી લોહી વહેવું અને આંખોમાં સોજા જેવા લક્ષણ હોય છે. જો કે તેમણે સલાહ આપી કે લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, ઉતાવળે હોસ્પિટલ પહોંચવું નહીં.

વિશેષજ્ઞોનું કહેવું છે કે બ્લેક ફંગસ કે મ્યુકોરમાઈકોસિસ બીમારી મ્યુકરમાઈસિટીઝ નામની ફંગસથી થાય છે. આ ફંગસ આપણા વાતાવરણ જેમ કે હવા, ભેજવાળી જગ્યા, માટી, ભીની લાકડી અને ઓછા હવાઉજાસવાળા રૂમમાં મળી આવે છે. સ્વસ્થ લોકોને આ ફંગસ કોઈ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ જે લોકોની ઈમ્યુનિટી નબળી છે તેમને આ ફંગસથી ઈન્ફેક્શનનું જોખમ છે.

અનેક કોરોના દર્દીઓમાં તેમની ઈમ્યુનિટી જ તેમની દુશ્મન બની જાય છે અને તે હાઈપર એક્ટિવ થઈને શરીરના સેલ્સને જ તબાહ કરવાનું શરૂ કરી દે છે. આવામાં ડોક્ટર દર્દીની ઈમ્યુનિટીને ઓછી કરનારી દવાઓ કે સ્ટેરોઈડ આપે છે. આ જ કારણ છે કે કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત ડાયાબિટિસ અને કેન્સરના દર્દીઓમાં પણ ઈમ્યુનિટી નબળી હોય છે. જેનાથી તેમને બ્લેક ફંગસનું જોખમ વધી જાય છે.

મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ દર્દીના શરીરમાં ઘૂસી જઈને તેની આંખો અને બ્રેઈનને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જ ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આ કારણે જ બ્લેક ફંગસના દર્દીઓમાં આંખોની રોશની જવાની અને જડબા કે નાકમાં સંક્રમણ ફેલાવવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. જેમાં અનેકવાર ઓપરેશન કરીને તે અંગો શરીરમાંથી કાઢવાની નોબત પણ આવી રહી છે. કેટલાક કેસમાં તો દર્દીના જીવ પણ જઈ શકે છે.

આ રોગના કેટલાક લક્ષણોમાં માથાનો દુખાવો, દાંતના દુ: ખાવો, આંખો અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઊલટી, અનકંટ્રોલ ડાયાબીટીસ, બદલાયેલી માનસિક સ્થિતિ જે તમામ આ બિમારીના લક્ષણો છે.

Leave a Reply

Your email address will not be published.