//

કોર્પોરેટરે ફ્લાઇટમાં એસી બંધ હોવાથી ફ્લાઇટ છોડી, બાદમાં એવુ કર્યુ કે…

અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખને એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પૂણા જવાનું હતું. જેના પગલે તેઓએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બુકિંગ કરાવ્યું હતું. નિયત સમયે તેઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતાં અને બોર્ડિંગ પાસ મેળવી વિમાનમાં પોતાની બેઠક પણ લઇ લીધી હતી. જે વિમાનનું એસી બંધ હોવાથી તેઓએ આ બાબતે વારંવાર ક્રૂ મેમ્બરને ફરિયાદ કરી હતી. તેમ છતાં લગભગ 45 મિનિટ સુધી એસી શરૂ નહીં કરાતા તેમને બ્લડ પ્રેશર અને ગભરામણની સમસ્યા શરૂ થઈ હતી. જેને પગલે તેમણે સ્ટાફને ફરિયાદ કરી વિમાનમાંથી ઉતરી જવાનો નિશ્ચય કર્યો હતો.

આ બાબતે ઈકબાલ શેખે એરપોર્ટના મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો. જેને પગલે તેમણે ટ્વીટર મારફતે ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, અમદાવાદ એરપોર્ટ તથા એર ઇન્ડિયાને ફરિયાદ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે તેમને યોગ્ય ન્યાય મળે છે કે કેમ?.

ઉલ્લેખનિય છે કે ગભરામણને પગલે ઇકબાલ શેખને વિમાન છોડવું પડ્યું હતું. આ સાથે તેમની પુણેથી અમદાવાદની વિમાનની ટિકિટ કન્ફર્મ હોવા છતા પણ તેઓ મુસાફરી શક્યા ન હતા જેથી તેને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.