////

સેમસંગને દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપની બનાવનાર લી કુન-હીનું 78 વર્ષે થયુ નિધન

દુનિયામાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને સર્વશ્રેષ્ઠ બનાવનાર અધ્યક્ષ લી કુન-હીનું 78 વર્ષની વયે નિધન થયું છે. કંપની દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડીને શોક પ્રકટ કરાયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, ‘તેને ખૂબ જ દુ:ખ સાથે જાણ કરવી પડશે છે કે, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ લી કુન હીનું 25 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. તેણે સેમસંગને વિશ્વની શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક બનાવી હતી. તેનો વારસો હંમેશા સંભાળીને રાખવામાં આવશે.

લી કુન-હીને વર્ષ 2014માં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તે બીમાર રહેવા લાગ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર વાઇસ ચેરમેન લી જાય યોંગે કંપનીનો હવાલો સંભાળ્યો હતો. વર્ષ 2017માં લીને લાંચ અને પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક-જ્યુન-હ્યે સંબંધિત ગુનામાં દોષિત ઠેરવવામાં પણ આવ્યા હતા. જેના માટે તેમને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે એક વર્ષ બાદ તેને મુક્ત કરવામાં આવ્યો. આ કેસની સુનાવણી માટે ફરીથી પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કરેલા 30 વર્ષીય નેતૃત્વથી સેમસંગ કંપનીને વૈશ્વિક બ્રાન્ડ બનાવવામાં આવી. સેમસંગ વિશ્વના સૌથી મોટા સ્માર્ટફોન, ટેલિવિઝન અને મેમરી ચિપ્સ ઉત્પાદક કરે છે. લી કુન-હીના પિતા લી બાયંગ-ચુલે વર્ષ 1938માં ફળો, શાકભાજી અને માછલીની નિકાસ કરતી ટ્રેડિંગ કંપની તરીકે સેમસંગની શરૂઆત કરી હતી.

આપને જણાવી દઈએ કે, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત વર્ષ 1969માં કરવામાં આવી હતી, જે પાછળથી મેમરી ચિપ અને સ્માર્ટફોન બનાવવા માટે સૌથી મોટી કંપની બની. ફોર્બ્સના જણાવ્યા અનુસાર 2020ની ટોપ મોસ્ટ કંપનીઓમાં સેમસંગ આઠમા ક્રમ પર આવે છે.

Leave a Reply

Your email address will not be published.