/

લવ જેહાદ : દિકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવા જોઇએ

રાજ્યમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને પગલે લવ જેહાદ અંગેનો કડક કાયદો બને તેવી લોકોની અને વિવિધ ધારાસભ્યોની માંગણી છે. આ અંગે ભાજપનાં પ્રદેશ પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે, કોઇ પણ દિકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવાવા જરૂરી છે. આ અગાઉ ભાજપનાં ધારાસભ્યો અને સાંસદો પણ આ કાયદો આવે તેવી માંગણી કરી ચુક્યા છે. આ અંગે સવાલ પુછાતા પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું કે, હું આ કાયદો આવે તે અંગે સહમત છું. હાલમાં જ વડોદરામાં હિન્દુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ કરતા વિવાદ ઉભો થયો છે.

જો કે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આડકતરો ઇશારો કરતા હોય તે પ્રકારે જણાવ્યું કે, એકાદ ધારાસભ્યનાં પત્રથી કોઇ ફરક પડે નહી. તમામની સહમતી પણ જરૂરી છે. છતા લવ જેહાદના બનાવો પર અંકુશ લાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

જો કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક જીતશે તેવો વિશ્વાસ સી.આર પાટીલે વ્યક્ત કર્યો હતો. 2022ની આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ભવ્ય જીત પ્રાપ્ત કરશે તેવો તેમને મત પ્રગટ કર્યો હતો. આ સમગ્ર વચ્ચે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ દરેક જિલ્લામાં 24 કલાક રોકાઇને તમામ કાર્યકરોને મળવા અંગેનો એક નવા પ્રકલ્પની શરૂઆતની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.