/

રાજ્યસભાની રમખાંણ વચ્ચે ધારાસભ્યએ હાથમાં બેટ ઉપાડ્યું

ગુજરાતમાં આગામી 26 મી માર્ચે રાજ્યસભાની ચારબેઠકોની ચૂંટણી યોજવીની છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ટેન્શન વચ્ચે બેઠકો કબ્જે કરવા રાતદિવસ મથામણ કરી રહ્યા છે ત્યારે અમરેલીના સાવર-કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે અને પોતાના સાથી મિત્રો સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે એક તરફ કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો રાજીનામાં ધરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને જાણે રાજકારણની કોઈ પરવાહ નથી એન પોતાના મિત્રો સાથે ક્રિકેટની મોજ માણી રહ્યા છે અને હાથમાં બેટ લઇને વિપક્ષને ઈશારો કરી રહ્યા છે કે હવે ચોગ્ગા છગ્ગા વાળી થવાની છે.

કોંગ્રેસના ધારાસભ્ય ક્રિકેટ રમતા હળવા મૂડના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના સિનિયર નેતાઓએ પનરહતનો શ્વાસ લીધો હતો અને ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગ્રેસ પક્ષ સાથે હોવાનો અહેસાસ કર્યો હતો હાલ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્યો તૂટે નહિ અને ભાજપમાં ભળીના જાય તેની ચિંતામાં છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને ક્રિકેટ રમતા અને હાથમાં બેટ લઇને ફરતા ધારાસભ્યો થી નેતાઓના મોઢા મલકી ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.