//

રાજકોટમાં આતંક ફેલાવનાર દીપડો પુરાયો પાંજરે જુઓ આદમખોર દીપડાનો વિડિઓ

છેલ્લા કેટલાય સમયથી વન્યજીવો પોતાના અભયારણ્ય છોડી શહેરી વસ્તી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ગત રવિવારના રોજ રાજકોટ શહેરમાં પણ આવેલ પ્રદ્યુમન પાર્ક માં દીપડો ઘુસી ગયો હતો જે બાદ દીપડાએ હરણનું મારણ કર્યું હતું જેની જાણ પ્રદ્યુમન પાર્ક ઝૂ ના સ્ટાફને થતા જૂ ના સ્ટાફને થતા વન વિભાગ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મત રાત્રીના દીપડાને પાંજરે પુરવામા આવ્યો છે.

રાજકોટની ભાગોળે આવેલ પ્રદ્યુમન પાર્ક ઝૂ ના. પ્રદ્યુમન પાર્ક જૂની દર વર્ષે સાડા ચારથી પાંચ લાખ લોકો મુલાકાત લેતા હોય છે તેમાં પણ શનિવાર અને રવિવાર સહિત તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો જૂની મુલાકાત લેવા આવતા હોય છે ત્યારે મત રવિવારના રોજ દીપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યું હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તકેદારીના ભાગરૂપે બે દિવસ સુધી પ્રદ્યુમન પાર્ક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું

સોમવારથી જ પ્રદ્યુમન પાર્ક ના અધિકારીઓ અને સ્ટાફ સહિતનાઓએ વનવિભાગની ટીમ સાથે મળીને દીપડાને શોધવા માટેની કામગીરી શરૂ કરી હતી. દીપડાને પકડવા માટે પ્રદ્યુમ્ન પાર્કમાં ત્રણ સાથેના ૮ જેટલા પિંજરા ઓ પણ મુકવામાં આવ્યા હતા. સતત પાંચ દિવસ અને રાતના પરિશ્રમ બાદ આખરે દીપડાને પકડવા માં પ્રદ્યુમન પાર્ક ના અધિકારીઓને સફળતા હાથ લાગી છે. સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આર.કે હિરપરાના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી સિંહ તેમજ દીપડા જેવા પ્રાણીઓ પોતાના અભયારણ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે ક્યારેક ચોટીલા તો ક્યારેક વાંકાનેર તો ક્યારેક ગોંડલ સહિતના વિસ્તારોમાં દિપડા જોવા મળતા હોય છે ત્યારે પ્રથમવાર વખત રાજકોટ શહેરમાં પણ દિપડો ઘૂસ્યાનું પણ સામે આવ્યું જે ખૂબ ચોંકાવનારી બાબત છે.ત્યારે ભવિષ્યમાં દિપડા જેવા પ્રાણીઓ કમ્પાઉન્ડ વોલ કૂદીને જુ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે જરૂરી કદમો ઉઠાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.