//

3 દિવસથી દીવ પ્રવાસ કરતો દીપડો ઝડપાયો

સંધપ્રદેશ દીવના ઘોઘલમાં છેલ્લા ઘણા સમયથી ગામમાં દીપડો ઘુસ્યો હોવાની માહિતી મળી હતી. જેનાં પગલે વનવિભાગને જાણ કરી હતી. ગામમાં કેટલાક સમયથી લોકોમાં ભય ફેલાયોલો હતો. જેથી ગ્રામજનોના જીવનું જોખમ હોવાથી વનવિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. જેનું આજે પરિણામ મળયુ છે.

આદમખોર દીપડો બે-૩ દિવસથી ઘોઘલા ગામમાં આંટાફેરા કરી રહ્યો હતો. દીપડો આજે વહેલી સવારે  સરકારી કવોર્ટસમાં ઘુસ્યો હતો. જેથી ત્યાનાં લોકોએ ફોન કરીને દીપડા અંગે વનવિભાગને બાતમી આપી હતી. બાતમીના આધારે વનવિભાગની ટીમ દીપડાનું રેસ્કયુ કરવા સરકારી કવોર્ટસમાં આવી પહોંચી હતી. વનવિભાગની ટીમે દીપડાને એરગનથી બેભાન કર્યો હતો. દીપડાની બેથી ૩ કલાકની જહેમત બાદ રેસ્કયુ કરી ઝડપયો હતો. જેથી ગ્રામજનોનું દીપડાને જોવા ટોળુ એકઠુ થયુ હતું.

Leave a Reply

Your email address will not be published.