
દીવનાં ઘોઘલા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગામમાં નાસ-ભાગ મચી ગઇ હતી. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વનવિભાગને જાણ કરાતા વનવિભાગ હરકતમાં આવી ગયું છે અને લોકોને સાવચેત રહેવા માટે ચેતવણીઓ આપી હતી.આદમખોર દીપડો માનવભક્ષી બને એ પહેલા જ વનવિભાગ હરકતમાં આવી ગયુ છે અને પાંજરુ મુકી દીપડાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

જંગલ છોડી અવારનવાર દીપડાઓ માનવવસાહત તરફ ભણી જતા હોય છે ત્યારે સંઘપ્રદેશ દીવના ઘોઘલામાં દીપડો ઘુસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.અત્રે ઉલ્લેખનીય છેકે ગીરનું જંગલ દીવ-ઉના થી નજીક હોય તેથી વારંવાર જંગલી જાનવરો ગામ તરફ પોંહચી જાય છે.