/

મુંબઈના ધારાવીમાં લિફ્ટ અકસ્માત, 5 વર્ષના બાળકનું મોત

મુંબઈના ધારાવીમાં શનિવારના રોજ લિફ્ટમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.

મુંબઇ ધારાવીમાં લિફ્ટમાં એક અકસ્માત સર્જાયો હતો જે અંગે એખ અધિકારીએ જણાવ્યું હતું કે, મોહમ્મદ હુઝૈફ શેખ તેના ભાઈ-બહેન સાથે લિફ્ટમાં હતો. તે લિફ્ટમાં લાકડાના દરવાજા અને બાહ્ય ગ્રિલની વચ્ચે અટવાઇ ગયો હતો અને બાદમા લિફ્ટ ઉપરના ફ્લોર તરફ આગળ વધી આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને માથાના ભાગે ઇજા થતા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બપોરના સમયે 12.30 કલાકે ધારાવીના પાલાવાડીમાં કોજી શેલ્ટર બિલ્ડિંગમાં બની હતી.

Leave a Reply

Your email address will not be published.