/

સિંહ બેલડી હોટલ પાસે કેમ ઘસી આવી જાણો વિગત

અમરેલી ના પીપાવાવ પાસે હાઇવે પર આવેલી બંસીધર હોટલના પટાંગળમાં ગત મોડી  રાત્રે સિંહ બેલડી હોટલ નજીક ચડી આવતા રેઢિયાળ પશુઓમાં નાસભાગ મચી જવા પામી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઇ છે વનરાજ ધીમેધીમે હવે જંગલો માં શિકાર નહીં મળતો હોવાથી ગામ તરફ દોટ મૂકી રહ્યાછે ગત મોડી રાત્રે વનરાજા પીપાવાવ પાસે હાઇવે પર આવેલી બંસીધર હોટલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા હોટલના પટાંગણમાં રખડતા ઢોર સિંહ બેલડીને જોઈ નાસી ગયા હતા.સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી.

જંગલમાં સિંહોને પૂરતો શિકાર નહીં મળતો હોવાથી અને ગીર ના સાવજો હવે શહેર તરફ આવવા લાગ્યાછે અવાર નવાર પીપાવાવ બંદર ગામ અને શહેર નજીક પહોંચી જાયછે પરંતુ આજે બંસીધર હોટલના પટાંગણ માં રેઢીયાળ પશુ ની ગંધ આવતા હોટલ નજીક પહોંચી ગયા હતા જોકે સિંહ ને જોઈ રેઢિયાળ પશુઓ નાશી જવા માં સફળ થયા હતા સદ્ નશીબે રાત્રી નો સમય હોવાથી લોકો ની અવરજવર પણના હતી જો વહેલો સમય હોતતો સિંહ જરૃર માનવ શિકાર કરીને મિજબાની કરી લેત લોકો માં એવું ચર્ચાય રહ્યું છે કે વન વિભાગ ના ઓછા પેટ્રોલિંગ ના કારણે સિંહો જંગલ ની બહાર નીકળી રસ્તા કે ગામ તરફ આવી રહ્યા છે જો વન વિભાગ સતત પેટ્રોલિંગ કરે તે ખુબ જરૂરી છે 

Leave a Reply

Your email address will not be published.