જય વિરાણી કેશોદ
20 March
જંગલ ના રાજા સિંહ ટોળામાં નીકળેએ વાત ખોટી છે કારણ કે હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને સિંહોને શિકાર માટે જંગલની બહાર નીકળવું પડી રહ્યું છે જંગલ માં સિંહોને પૂરતો ખોરાક કે શિકાર નહિ મળતો હોવાથી સિંહ હવે ટોળામાં શિકારની શોધમાં નીકળી પડ્યા છે જૂનાગઢ જિલ્લાના ગાંઠીલા ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં નીકળ્યા હતા તે સમયે મારણ કરવા જતા પહેલા જ CCTV કેમેરા માં કેદ થયા હતા જોકે અગાઉ પણ સિંહનું ટોળું શિકારની શોધ માં ગામમાં ચડી આવ્યું હતું અને આજે ફરી થી ટોળામાં આવતા પાલતુ પશુમાં ગભરાટ ફેલાય ગયો હતો અને માલધારીઓ પણ ફફડી ઉઠ્યા હતા.