સામાન્ય રીતે સાવજને જોવા ગીરના જંગલમાં જવું પડતું હોઈ છે ત્યાં પણ કલાકો સુધી તપસ્યા કરવા છતાં સાવજના દર્શન થતા નથી પરંતુ વગર તપસ્યા એ સાવજે દર્શન આપતા ફફડાટ થયો છે. કારણ કે વનરાજ આજે પહોંચી ગયા છે સુપ્રસિદ્ધ માધવપુર ના સમુદ્ર કિનારે જ્યાં એક લટાર મારતા સન્નાટો છવાઈ ગયો હતો.
પોરબંદર વેરાવળ હાઇવે પાર આવેલ ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૃક્ષ્મણીના લગ્ન સ્થળ માધવપુર ગામે આવેલા સમુદ્ર કિનારા નજીક કાચબા ઉછેર કેન્દ્ર પાસે વનરાજે દેખા દેતા સહેલાણીઓ ના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

વનરાજ શિકાર ની શોધ માં અવાર નવાર જંગલ માંથી શહેર તરફ આવી પહોંચે છે પરંતુ સમુદ્ર કિનારે વનરાજ પહોંચે એ એક નવાઈ ની જ વાત કહેવાય કારણ કે વનરાજ ને જંગલ માં શિકાર નહિ મળતા હવે સાવજે સમુદ્ર કિનારે લટાર મારી શિકાર ની શોધ કરી રહ્યા છે.માધવપુર અને આંત્રોલી વચ્ચે ના સમુદ્ર કિનારે કાચબા ઉછેર કેન્દ્ર નજીક કાચબી ઓ ઈંડા મુકવા આવે છે અને તે ઈંડા નું સંરક્ષણ થાય તે માટે વન વિભાગના જવાનો ઈંડાનું જતન થાય તે ઈંડા ને એકત્રીક કરી રાખે છે.પરંતુ ગઈકાલે કાચબા ના ઈંડા જે જગ્યા પર પડ્યા હતા ત્યાં જંગલ નો રાજા સાવજ ત્યાં લટાર મારવા આવી પહોંચ્યા અને ઈંડા માંથી બહાર નીકળતા કાચબા ના બચ્ચા ને સાવજે શિકાર બનાવવા ની કોશિશ કરી હતી પરંતુ સમુદ્ર કિનારે વન વિભાગ ના જવાનો અને શહેલાણી ઓ ની અવર જવર થી વનરાજ ત્યાંથી નાશી છૂટ્યા હતા.
વનરાજના પગલાં સમુદ્ર ની રેતી માં છપાઈ ગયા હતા તેની પુષ્ટિ વન વિભાગે કરી છે વન વિભાગ ના અધિકારી એ માહિતી આપતા જણાવ્યું હતું કે માધવપુર સમુદ્ર કિનારે કાચબા ઉછેર કેન્દ્ર નજીક ઈંડા નું સંરક્ષણ કરવામાં આવે છે અને સમુદ્રી જીવોને નુકસાન ના થાય તે માટે વન વિભાગ નો સ્ટાફ રહે છે તેથી ગઈકાલે વનરાજે કાચબી ના ઈંડા માંથી નીકળતા બચ્ચા ને શિકાર બનાવવા ની કોશિશ કરી હતી પરંતુ લોકો ની અવાર જવર ને હિસાબે વનરાજે જંગલ ભણી ગયા હતા અને કાચબી ના બચ્ચા બચાવવા માં વન વિભાગ ને સફળતા મળી હતી.

વન વિભાગ અને લોકો ની અવર જ્વર ના કારણે કાચબી ના ઈંડા માંથી બચી ગયા પરંતુ વનરાજના પંજાના નિશાન સુધી પહોંચી વનરાજ માનવભક્ષી બને તે પહેલા વન વિભાગે સાવજની શોધખોળ શરૂ કરી છે