/

દારૂડિયાઓને મલાઈ : ગાંધીના ગુજરાતમાં દૂધના નામે વહેંચાય છે દારૂ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દૂધ ના ટેન્કર માંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બહારના રાજ્ય માંથી દૂધની આડમાં દારૂનો કાળો કારોબાર પોલીસે પકડી પડ્યો છે. બહાર થી દૂધ નું ટેન્કર દેખાઈ પણ અંદર દારૂ રાખવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ હતી. જુવો કઈ રીતે દૂધ ની આડ માં થતો હતો દારૂનો કારોબાર.

કહેવાય છે કે બુટલેગર ગમે તેટલા સાથે હોય પણ પોલીસની નજરથી બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ દૂધના ટેન્કર ની આડ માં કરતો હતો દારૂની હેરાફેરી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દૂધના ટેન્કર ની આડમાં દારૂની હેરાફેરીનું કારસ્તાન ઝડપી પાડયું છે. ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમીના આધારે એક દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું જેની તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાલાવડ રોડ પાસે નવા 150 ફૂટ રીંગ રોડ પરથી કટારિયા ચોકડી થી વાવડી તરફ જવાના રસ્તા પર ઉભેલા દૂધના ટેન્કર ને ઝડપી પાડ્યું હતું. જેમાંથી દૂધની આડમાં 5000 થી વધુ ઈંગ્લીશ દારૂની બોટલ એટલે કે ૧૫ લાખથી પણ વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દૂધના ટેન્કર ના ડ્રાઈવર બુધારામ બીસનોઈ જે રાજસ્થાન રહે છે તેની પણ ધરપકડ કરી છે.

દૂધના ટેન્કરમાં દારૂ રાખવા ખાસ વ્યવસ્થા

કોઈ શાતિર વ્યક્તિએ દૂધનું ટેન્કર ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. કે જે બહારથી સામાન્ય વ્યક્તિ કે પોલીસને દૂધનું ટેન્કર જ લાગે છે. જે રીતે ડીઝલ ટેન્ક દૂધ નો વાલ્વ સહિતની વસ્તુઓ ટેન્કરમાં યોગ્ય જગ્યા ઉપર જ રાખવામાં આવી છે પરંતુ આ ટેન્કરની નીચે ની બાજુ કે જ્યાં પોલીસને પણ નજર ન પહોંચે ત્યાં એક મોટું ખાનું બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી એકથી બે વ્યક્તિ અંદર જઈ શકે અને તેમાં દારુ ચઢાવી કે ઉતારી શકે. દૂધ ભરવાના ટેન્કરમાં જે રીતે ઉપરથી દૂધ ઠાલવવામાં આવે છે તે મુજબ આ ટેન્કરમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અંદર દૂધ નહીં પણ દારૂ જ દેખાય છે. આ ટેન્કર ફક્ત દારૂની હેરાફેરી માટે જ બનાવવામાં આવ્યું હતું પરંતુ તેને દૂધના ટેન્કર નો આકાર આપી દૂધ સાગર ડેરી નો સિમ્બોલ આપી દૂધની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.

ઉલ્લેખનીય છેકે છેલ્લા 1 મહિનામાં રાજકોટ પોલોસે અલગ અલગ વિસ્તારો માંથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાના બુટલેગરીના મનસૂબા ને નાકામ કર્યા છે. ત્યારે સવાલ એ થાય છેકે જો રાજકોટ માં પોલિસ દારૂ ના મોટા જથ્થા પકડાઈ શકતા હોય તો અન્ય રાજ્યો માંથી આ પ્રમાણે દારૂ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કઈ રીતે દારૂ પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published.