///

સરકારી કર્મચારીઓ માટે 2021ની જાહેર રજાનું લિસ્ટ કરાયું જાહેર

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ યાદીમાં સરકારી કર્મચારીઓ માટે 22 દિવસની વિવિધ જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ 12 રજાઓ રવિવારને કારણે કપાઈ જશે.

રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

જાહેરરજાઓ…
મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ.

આ ઉપરાંત ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. તો, 2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 5 રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.