////

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: BJP, કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતરશે

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને BJP અને કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, કારણ કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP, કોંગ્રેસ સિવાય AAP પણ મેદાનમાં ઉતરવા જઈ રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ રાજ્યની તમામ બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉતારશે તેવું જણાવ્યું છે.

ઈટાલિયાએ વધુમાં જણાવ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાર્ટીની અંદર આપેલા યોગદાનના અને સમાજની અંદર રહેલા યોગદાનને આધારે અમારી પાર્ટી ઉમેદવારોને પસંદ કરશે. ટૂંક સમયમાં જ AAP પાર્ટી ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પાડશે.

AAP તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. આ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અને પાર્ટીના પ્રચારની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.