/

લૉકડાઉનની અસર- Flipkartની બધી સેવાઓ બંધ, Amazon ફક્ત જરૂરી વસ્તુની જ ડિલેવરી કરશે

વૉલમાર્ટની માલિકિની કંપની Flipkart એ બુધવારે પોતાની વૅબસાઈટ પર એક નોટીસ મુકી હતી જેમાં જણાવાયું હતું કે ભારતનમાં કોરોનાવાયરસની મહામારીને લીધે જાહેર કરાયેલા 21 દિવસના લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કંપની બધી જ સેવાઓ બંધ કરી રહી છે. Flipkartની એપ્લિકેશન અને વૅબસાઈટ પર સર્ચ ઑપ્શનમાં બધા જ પ્રોડક્ટસ આઉટઑફ સ્ટૉક દેખાય છે.
Flipkartએ એક મેસેજમાં કહ્યું છે કે, ‘તમારી જરૂરતો અમારા માટે મહત્વની છે એટલે અમે બહુ જલ્દી ફરી પાછા તમારી સેવામાં હાજર રહીશું. આ કપરી પરિસ્થિતિ છે, લોકોને સુરક્ષિત રાખવા માટે બધા અલગ રહ્યાં હોય એવું ક્યારેય નથી થયું. આ પહેલા રાષ્ટ્રની મદદ માટે લોકો ઘરે રહ્યાં હોય એવું પણ નથી બન્યું.

Leave a Reply

Your email address will not be published.