///

લોકડાઉન અસર- મજૂર યુવતીને રેકડીમાં લાવી સારવાર અપાવી

કેશોદમાં મજૂર યુવતીનું સ્વાસ્થ્ય બગડતા તેને રેકડીમાં નાખી સારવાર માટે લઈ જવામાં આવી હતી.. તો લોકડાઉનના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોવાના કારણે પરિવારજનોએ રેકડીનું ઉપયોગ કરી યુવતીને હોસ્પિટલ પહોંચાડી હતી. કેશોદ માંગરોળ રોડ ઉપર સિઝની ધંધો કરતા મજૂર વર્ગની માનસિક અસ્થિર યુવતી પડી જતા તેણીને પરિવાર દ્વારા રેકડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તો હોસ્પિટલમાં ડોકટરે ઈજાગ્રસ્ત યુવતીની સારવાર કરી વધુ સારવાર માટે જૂનાગઢ જવાની સલાહ આપી હતી. ત્યાર બાદ પરિવારજનોને 108 વીશે પુછવામાં આવતા તેમણે લોકડાઉનના કારણે પરત જવા વાહન ન મળે તેવું કારણ આપ્યું હતું.. આમ પરિવારજનોએ ચાર કિમી રેકડી ચલાવી યુવતીને સારવાર અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published.