///

આ રાજ્યમાં ફરી લંબાવાયું લોકડાઉન, CM એ આપ્યું કારણ

દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપતા કહ્યું કે દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર ઓછો થયો છે, પરંતુ જૂની મહેનત બેકાર ન જાય તે માટે 18 એપ્રિલથી દિલ્હીમાં લાગૂ લોકડાઉન જે આવતીકાલે ખતમ થવાનું હતું તેને એક અઠવાડિયા માટે એટલે કે 31 મે સુધી આગળ વધારવામાં આવ્યું છે.

દિલ્હીમાં પાંચમીવાર લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલાતમાં સુધારા છતાં હજુ પણ રોજ એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આથી દિલ્હી સરકારે આ લોકડાઉનને 31મી મેની સવારે 5 વાગ્યા સુધી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં 19 એપ્રિલથી લોકડાઉન લાગૂ કરાયું હતું. તેને પાંચમીવાર આગળ વધારવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન સેવાઓના સસ્પેન્શન સહિત લોકડાઉનના તમામ પ્રતિબંધ લાગૂ રહેશે.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો પાસેથી અભિપ્રાય લીધા હતા. લોકોનો અભિપ્રાય છે કે એક અઠવાડિયા માટે લોકડાઉન હજુ આગળ વધારવામાં આવે. સીએમએ કહ્યું કે જો હાલ લોકડાઉન ખોલી નાખવામાં આવ્યું તો આવામાં છેલ્લા એક મહિનાની મહેનત પર પાણી ફરી જશે. સીએમએ કહ્યું કે જો કેસ આમ જ ઓછો થતા રહ્યા તો 31મી મેથી અનલોકની પ્રક્રિયા શરૂ કરાશે. સીએમ કેજરીવાલે કહ્યું કે કોરોના પર પોઝિટિવિટી રેટ 36% પર પહોંચી ગયો હતો જે હવે 2.42 % થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.