/

લોકડાઉન અસર – ખાદ્ય વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા સરકારે કવાયત હાથ ધરી

વર્તમાનમાં ચાલી રહેલી લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી નાગરિકોને ખાદ્ય ચીજ- વસ્તુઓ જેવી કે લોટ, દાળ અને અન્ય વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિલ સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વીડિયો કોન્ફરન્સમાં ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત,અને વડોદરાના મિલ સંચાલકો જોડાયા હતા આ સંદર્ભમાં સીએમ રૂપાણીએ જિલ્લા કલેકટર, પોલીસ તંત્ર અને પુરવઠા અધિકારીઓને સૂચન આપી મિલર્સની સપ્લાય ચેઈન બંધ ન થાય તેની તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે ઘઉં, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્ન બદલે તૈયાર લોટ રાખવાની અપીલ કરી હતી. સાથેજ અન્ય રાજ્યોમાંથી આવતા અન્ન પુરવઠાને ચાલુ રાખવાનો અનુરોધ કર્યો છે. તો લોટની હોલસેલ અને રિટેઈલ માર્કેટ ચેઈન તૂટે નહીં તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.