///

કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન યથાવત: કેન્દ્ર સરકાર

દેશમાં ચાલી રહેલા કોરોના સંક્ટ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવેલી અનલોક-5ની ગાઇડલાઇન્સ નવેમ્બરના અંત સુધી પ્રભાવી રહેશે. સરકાર હાલ અનલોકની કોઇ નવી ગાઇડલાઇન્સ નહી જાહેર કરે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી પહેલાની જેમ જ કડક લોક઼ડાઉન અમલી રહેશે.

આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વસ્તુના રાજ્યની અંદર કે બહાર પરિવહન માટે કોઈ પ્રતિબંધ નહીં રહે. આ રીતે આવવા જવા માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમિટની જરૂર નહીં પડે.

Leave a Reply

Your email address will not be published.