//

ભારતમાં લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાય તેવી સંભાવના

અમરિકન કન્સલ્ટીંગ ફર્મ બોસ્ટ કન્સલ્ટીંગ ગ્રુપના એક નવા અભ્યાસ અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સપ્ટેમ્બર સુધા લંબાવવામાં આવી શકે છેઅહેવાલો અનુસાર ભારતમાં જૂનનાં ચોથા સપ્તાહ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે દેશવ્યાપી લોકડાઉન હટાવવાનું શરૂ થશે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિંબધ હટાવવામાં વિલંબ દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક નીતિ પ્રભાવશીલતના રેકોર્ડને કારણે ઉભી થનારી મુશ્કેલીઓનું પરિણામ હોઈ શકે છે.આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં જૂનનાં ત્રીજા સપ્તાહ સુધી કોરોનાના કેસ વધી શકે છે. બીસીજીનો રીપોર્ટ કોરોના વાયરસ મહામારી પર કાબૂ મેળવવાના ઉપાયો પર કેન્દ્રિત છે. આ રિપોર્ટ 25 માર્ચ સુધીના અનુમાન ઉપર તૈયાર કરાયો છે. જે જોન હોપકિંસ યુનિવર્સિટિના ડેટાનું પૂર્વાનુમાન લગાવવાના મોડેલ પર આધારિત છે.. રિપોર્ટમાં દેશની સ્થિતિ સંપૂર્ણ લોકડાઉન છે કે નહીં, સંભવિત લોકડાઉનની પ્રારંભિક તારીખ, સંબંધિત દેશો માટે લોકડાઉન શરૂ થવાની અને પૂર્ણ થવાની તારીખ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે 24 માર્ચથી યુનાઈટેડ કિંગડમ, પોલેન્ડ, અને કોલંબિયા જેવા અન્ય દેશો દ્વ્રારા લગાવવામાં આવેલા પ્રતિંબધો અનુસાર ભારતમાં પણ લોકડાઉનની જાહેરાત કરી છે.. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 2300ને પાર થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા પણ 62થી વધુ છે.

Leave a Reply

Your email address will not be published.