//

દેશમાં લોકડાઉન જેતપુરમાં સાડી ઉદ્યોગમાં ડાઇંગ & પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ધમધમાટ થી જાહેરનામાનો ભંગ તંત્રએ દરોડો કરતા મજૂરોમાં નાસભાગ

કોરોના વાયરસ  પગલે બધા રાજ્ય સહીત દેશમાં 144 ની કલમ અને જાહેરનામું લગાવી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ લોક ડાઉન કરીને તમામ આવશ્યક સેવાઓ સિવાય બધા ધંધા ઉદ્યોગને બંધ કરવાનો સરકાર દ્વારા વિનંતિ કરવામાં આવી છે, ત્યારે હજુ પણ ઘણાં ઉદ્યોગ કારો પૈસા કમામવાની લાઇમાં ફેક્ટરીઓ ચાલુ રાખી રહ્યા છે, આવુજ જેતપુર ના જોવા મળ્યું હતું, જેતપુરએ કોટન સાડી પ્રિન્ટિંગમાં વિશ્વભરમાં નામના ધરાવે છે, ત્યારે અહીં આવેલ સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ પ્રિન્ટિંગની ફેક્ટરીઓ અને સાડીના કાપડના પ્રોસેસ હાઉસ આવેલ છે, સમગ્ર રાજ્યમાં જે જાહેરનામું છે તેના પગેલ જેતપુરના ઉદ્યોગને ફેક્ટરીઓ બંધ કરવામાં આવવી જોઈએ પરંતુ જેતપુરમાં હજુ પણ ઘણી ફેક્ટરીઓ ચાલુ હતી જેની માહિતી જેતપુર મામલતદાર અને ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ સાથે સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં 2 જેટલા કારખાનામાં સરકારની મનાઈ હુકમ હોવા છતાં ચાલુ મળી આવ્યા હતા જેમાં એક સાડી ફિનિશિંગ કરવાના કારખાનામાં 30 થી 35 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા જયારે એક વિશાલ સાડીના પ્રોસેસ હાઉસમાં 50 જેટલા કારીગરો કામ કરતા જોવા મળ્યા હતા, પ્રોસેસ હૉઉસમાં સરકારની સાથે સાથે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસીએસન મારફતે પણ બંધ કરવાની સૂચના અને હુકમ કરવામાં આવેલ હોવા છતાં પણ ચાલતું હોય, આજે મામલતદાર અને GPCBના અધકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને કારખાનેદાર મલિકને પકડી ને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કાદેસરની કર્યવાહી કરેલ હતી ગુજરાત સહીત દેશ ભર લોકડાઉન છે ત્યારે કેટલાક ઉદ્યોગ પતિઓ કમાણી કરી રહ્યા છે પરંતુ પોતાના વિભાગના કર્મચારીઓના  આરોગ્ય ની ચિંતા નહિ કરતા હોવાથી તંત્રએ લાલ આંખ કરી કારખાનાના મલિક સામે કડક કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.