///

આ રાજ્યમાં 7 જૂન સુધી લોકડાઉન લંબાવાયું, CM એ કરી જાહેરાત

કોરોના મહામારીને કાબૂમાં રાખવા માટે, કર્ણાટકમાં લાગુ કરાયેલુ લોકડાઉન 24 મેથી વધારીને 7 જૂન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ શુક્રવારે આ જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 7 એપ્રિલથી પ્રતિબંધ લાગુ છે. જ્યારે તેનાથી સંક્રમણના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો ન હતો, ત્યારે રાજ્ય સરકારે 10 મેથી લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા. લોકડાઉન 24 મેના રોજ સમાપ્ત થવાનું હતું. તે પહેલા પણ સરકારે તેને 7 જૂન સવાર સુધી લંબાવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમે અમારા વરિષ્ઠ મંત્રીઓ, મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી લોકડાઉન અંગે કેટલાક નિર્ણયો લીધા છે. 24 મેથી 7 જૂન સુધીનો પ્રતિબંધ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તકે યેદીયુરપ્પાએ કહ્યું કે, જાહેર આરોગ્ય અને નિષ્ણાંતોના સૂચનને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનો સમયગાળો વધારવામાં આવ્યો છે. અમને આશા છે કે જનતા સહકાર આપશે. મુખ્યમંત્રીએ કહ્યું, અમે લોકોને અનુકૂળ વર્તન કરવા અપીલ કરીએ છીએ. જાહેર સ્થળોએ માસ્ક પહેરો. સ્વચ્છતાની કાળજી લો અને સામાજિક અંતર જાળવો.

Leave a Reply

Your email address will not be published.