////

કોરોનાના વધતા જતા પ્રકોપને પગલે આ રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન

દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. કોરોનાના વધતા સંક્રમણ રોકવા દેશના ઘણા રાજ્યમાં આંશિક લોકડાઉન તેમજ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસને પગલે હવે બિહાર સરકારે 15મી મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

મુખ્યમંત્રી નીતિશકુમારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે, કેબિનેટ પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના પ્રકોપથી બિહાર પણ ખરાબ રીતે પ્રભાવિત છે. આ મહામારીમાં તથા તેનાથી સંક્રમિત વ્યક્તિઓની તપાસ અને ઉપચાર હેતુ સામગ્રી સેવા તથા અન્ય આધારભૂત સંરચનાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે અનેક નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી નીતિશકુમારે ગઈ કાલે સોમવારે એક હાઈલેવલ મીટિંગ બાદ કોરોના માટેના ફંડની રચનાને મંજૂરી આપી હતી.

સીએમ નીતિશકુમારે ટ્વીટ કરીને કહ્યું કે, ગઈ કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા અને બાકી ગતિવિધિઓ અંગે આજે જ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

જોકે આ અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રદેશની વિકરાળ પરિસ્થિતિ જોતા ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ જલદી જણાવે કે લોકડાઉન અંગે શું વિચારી રહ્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે કોઈ નક્કર એક્શન પ્લાન નથી. અત્યાર સુધી અપાયેલા એક્શન પ્લાન પણ અડધા પડધા છે.

Leave a Reply

Your email address will not be published.