
કોરોના વાયરસના પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને રાજ્યની જનતાના સહયોગથી સમર્થન મળી રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું કે રાજ્યના તમામ ઘરો સુધી સર્વે પૂર્ણ કરાયો છે જેમાંથી શંકાસ્પદ લોકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીને બીરદાવી હતી. સાથે જ 1લી એપ્રિલથી વિના મૂલ્યે રેશનિંગની વસ્તુઓનું વિતરણ થશે જેનો ઉલ્લેખ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને વધુમાં વધુ સહયોગ આપવાની પણ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્લીના નિઝામુદ્દીનમાં એકત્ર થયેલા મુસ્લિમ સમાજના લોકોમાં કેટલાક લોકોનું કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં ગુજરાતના પણ કેટલાક લોકો શામેલ હતા. તો પાછા ફરેલા મુસ્લિમ સમાજના લોકોની ચકાસણી કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો તેમના પરિવારના સભ્યોને પણ કોરન્ટાઈન કરાશે તેવું નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે- કોરોનાની કામગીરીમાં જોડાયેલા ક્રોન્ટાકટર અધિકારીઓને સરકાર દ્વારા પગાર આપવામાં આવશે સાથેજ તેઓએ કહ્યું કે 2 લાખ જેટલા પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે પરંતુ હવે વાહન વ્યવસ્થા નહીં આપવામાં આવે, તો મજૂરો માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે