/

લોકડાઉન- લોકોને ઘરમાં રાખવા પોલીસે ઘડી કાઢ્યો એકશન પ્લાન

અમદાવાદ શહેરમાં કેટલાક બેજવાબદાર લોકો લોકડાઉન વચ્ચે પણ ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે પોલીસે સોસાયટીના લોકો બહાર ન નીકળે તે માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે મિટિંગ કરી હતી પરંતુ લોકો દ્વ્રારા સૂચનો ના માનવમાં આવતા પોલીસે નવો કીમિયો અપનાવ્યો છે. પોલીસે સોસાયટીને જરૂર મુજબ પાસ ફાળવી દીધા છે જે અનુસાર જો કોઈને કંઈક વસ્તુ લેવા જવી હોય તો નક્કી કરેલા બે લોકો પાસ સાથે બહાર નીકળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અને જો કોઈ પાસ વગર બહાર નીકળશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો મોનીટરીંગ પાસ ઈશ્યુ કરાતા હવે લોકો બહાના બનાવી લટાર મારવા નહીં નીકળી શકે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોલીસ તરફથી પાસ અપાઈ રહ્યા છે લોકો બહાના કરી બહાર નીકળતા હોવાના કારણે સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન દ્વ્રારા પોલીસને રજુઆત કરાઈ હતી જે પૈકી પોલીસે અલગ તરકીબ અપનાવી છે.

પોલીસે સોસાયટીના લોકોને પાસ ઈશ્યું કરી આપ્યા છે.. જો કોઈ એક સોસાયટી કે ફ્લેટમાં 20 મકાન હોય તો એક પાસ અને 25થી 50 મકાન હોય તો બે પાસ આપવામાં આવશે. અને જો તેથી વધુ મકાન હોય તો ત્રણ- ચાર પાસ પીઆઈની સહીં અને પોલીસ સ્ટેશનના સિક્કા સાથે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના પગલે જો લોકોના બહાર જવા દેવામાં ના આવે તો લોકો ઘર્ષણ કરતા હતા જેના કારણે નારણપુરા વિસ્તારની સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પોલીસને મળ્યા હતા. ત્યારે બાદ લોકોની સાથે ચર્ચા કર્યા બાદ પોલીસે પાસ સિસ્ટમ અપનાવી છે. સાથેજ લોકો એક બીજાથી દૂર રહે તે સૂચનનું અમલ થાય તે હેતુથી આ સિસ્ટમ ઉભી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.