//

લોકડાઉનમાં 1035 ગુના નોંધાયા, 3191ની કરાઈ ધરપકડ

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકાર અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેઓએ જણાવ્યું કે લોકડાઉન વચ્ચે 1035 ગુના નોંધવામાં આવ્યા છે સાથેજ 3191 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.. તો 144ના ભંગ બદલ 960 ગુના નોંધવામાં આવ્યા છે જેમાં શૂક્રવારે 113 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શૂક્રવારે દરિયાપુર, દાણીલિમડા, શાહપુર, જમાલપુર અને કાલુપુર સહિત પાંચ વિસ્તારોને ક્લસ્ટર કોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેથી વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહિશો પણ બહાર નહીં નીકળી શકે. જો કોઈ બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે ડ્રોનના ઉપયોગ કરી પોલીસ કર્મચારીઓ લોકો પર નજર રાખી રહ્યા છે જે અંતર્ગત 13 ગુના દાખલ થયા છે અને 43 લોકોની અટકાયત કરવામાં આવી છે.. સાથેજ જાહેરનામાંનું ભંગ કરવા બદલ 335 કોલ આવ્યા છે.

લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા એક્સ સર્વિસ મેન અને સિવિલ ડિફેન્સના 400 કર્મીઓની મદદ લેવામાં આવશે.. સાથએજ આરટીઓ કર્મીની પણ મદદ લેવામાં આવશે જે ટ્રાફિક પોલીસ સાથે ચેકપોસ્ટ પર કામ કરશે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે તો લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાહન લઈને બહાર નિકળેલા લોકો પાસેથી 533 વાહનો શૂક્રવારે જપ્ત કરવામાં આવ્યા છે.. સાથેજ પોલીસ કર્મચારીઓને મેગા ફોન્સની આપવામાં આવ્યા છે અને દરેક પોલીસ સ્ટેશનમાં રીક્ષા દ્વારા એનાઉન્સમેન્ટ ચાલુ છે.. ટતેઓ જણાવ્યું કે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ચેકપોસ્ટ પર ઉભા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથેજ વિસ્તાર વાઈઝ અધિકારીઓને ટાસ્ક આપવામાં આવ્યા છે.. પોલીસ કર્મચારી દ્વ્રારા રોડ પર જોવા મળતા ભિક્ષુકને શેલ્ટર હોમ પર લઈ જવામાં આવશે સાથેજ તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ પુરી પડાશે.

Leave a Reply

Your email address will not be published.