/

લોકડાઉનમાં ટોળા દેખાઈ તો ફોટા લોકેશન વોટ્સેપ પર પોરબંદર પોલીસને મોકલવા પોલીસ નંબર જાહેર કર્યો

દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ થી દુનિયામાં મૃત્યુ આંક વધી રહ્યો છે ભારતમાં કોરોના વાયરસ કંટ્રોલ માટે 21 દિવસનું લોકડાઉન કરી સોસીયલ ડિસ્ટન્સ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે તેવા સમયમાં પોરબંદર પોલીસ પોતાની ફરજ નિભાવી લોકોને જાગૃત કરી રહી છે અને ઘર બહાર નહીં નીકળવાની સલાહ આપી રહી છે તેમછતાં ઘર અને સોસાયટીઓમાં લોકોના ટોળા એકત્રિત થતા હોવાની પોલીસને ફરિયાદ મળતા પોલીસે હવે સોસીયલ મીડિયાનો સહારો લીધો છે અને ટોળા દેખાઈ તો ટોળાના ફોટા પાડી લોકેશન સાથે પોલીસે એક વોટ્સએપ નંબર પર મોકલી આપવા જણાવેલ છે પોલીસે પોતાના સોસીયલ મીડિયા અને વોટ્સએપ નંબર જાહેર કર્યા છે 8980009815 પોરબંદર પોલીસનો નંબર છે પોરબંદરમાં ક્યાંય ટોળા જોવા મળે તો પોલીસની મદદ કરવા  અને લોક જાગૃતિ ના ભાગરૂપે પોલીસને વોટ્સએપ નંબર પર ફોટા સાથે લોકેશન મોકલવા જણાવેલ છે. 

Leave a Reply

Your email address will not be published.