/

લોકડાઉન લંબાવવામાં નહીં આવે, કેન્દ્રીય ગૃહ સચિવનું મોટું નિવેદન

દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને દેશવાસીઓ ચીંતીત હતા અને અટકળો હતી કે કોરોનાના પગલે લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં. જ્યારે લોકડાઉનના લઈને કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાએ મહત્વનું નિવેદન આપ્યું છે.. તેઓએ કહ્યું કે હાલ 21 દિવસ લોકડાઉન વધારવાની કોઈ યોજના નથી. શક્ય છે કે આ નિવેદન બાદ દેશ વાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે કોરના વાયરસના ભયને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના વોકડાઉનની જાહેરાત કરી છે જે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કોરોના સંકટને ધ્યાનમાં રાખી સતત ચર્ચા થતી હતી કે સરકાર લોકડાઉનની અવધિ લંબાવી શકે છે.. ત્યારે લોકડાઉન સમય મર્યાદા લંબાવવાના પ્રશન વચ્ચે કેબિનેટ ગૃહ સચિવે કહ્યું છે કે હેલમાં લોકડાઉનની સમય મર્યાદા લંબાવવાનો કોઈ વિચાર નથી.

Leave a Reply

Your email address will not be published.