/

લોકડાઉનની વય મર્યાદામાં નહીં થાય વધારો- મુખ્યમંત્રી વિજય રૂપાણી

સમગ્ર ભારતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે જેની સામે 25 લોકોના મૃત્યું પણ થયા છે. બુધવારથી જરૂરિયાતમંદ લોકોને રાશન વિતરણ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ત્યારે મુખ્સ મંત્રી વિજય રૂપાણી દ્વ્રારા કહેવામાં આવ્યું કે-રેશનની દુકાનો પર ફિંગર પ્રિન્ટ લેવામાં નહીં આવે સાથેજ મુખ્યમંત્રીએ દિલ્હી નિઝામુદ્દીનમાં ધાર્મિક મરકઝ પર ગયેલા લોકો વીશે કહ્યું કે- દિલ્હી ઝમાતમાં ગયેલા લોકો પર ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે જેની બુધવાર સાંજ સુધી યોગ્ય માહિતી મળી જશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી 1500 લોકો ધાર્મિક મરકઝ પર ગયા હતા. લોકડાઉનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.

Leave a Reply

Your email address will not be published.