અમદાવાદ જિલ્લામાં લોકડાઉન,જાણો કઈ-કઈ સેવા હશે ચાલુ

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ધીમે-ધીમે લોકોને મોત નિપજાવયુ છે. કોરોના વાયરસ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે-ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ સ્થિતિ કફોળી બની રહી છે. કોરોના પોઝિટીવ કેસનો આંક ગુજરાતમાં વધી રહ્યો છે. ત્યારે રાજય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને લોકોને કોરોનાથી બચાવવા માટે ગુજરાતને આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ૨6 તારીખ સુધી અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે લોકડાઉન જાહેર કરાયુ છે. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ, કલેક્ટરે મોડી રાત્રે બહાર પાડ્યું હતું. બહાર પડેલા જાહેરનામામાં ,દસકોઈ સાણંદ વિરમગામ ધંધૂકા અને ધોળકા સહિત ના શહેરોમાં માત્ર આવશ્યક સેવા જ ચાલુ રહેશે. પરંતુ આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.