//

લોકડાઉનમાં GHCL કંપની ચાલુ જવાબદારો પગલાં લે નહિ તો લોકડાઉનમાં આંદોલન કરીશું : પ્રવીણ રામ

હાલ કોરોણ વાયરસના કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન છે મૃત્યુ દર વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે સરકાર તમામ પ્રયત્નો કરી કોરોના અટકવવા મહેનત કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથની GHCL કંપનીમાં કામદારો કામ કરી રહ્યા છે સરકારના નિયમનું  કંપની દ્રારા ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહ્યો  છે સરકારની ગાઈડ લાઈન મુજબ કલમ 144 લાગુ છે ત્યારે 4 થી વધુ લોકો એ એકઠા નહીં થવું જોઈએ તેમની પરવાહ કાર્ય વગર ગીર સોમનાથ ghcl કંપની વિવાદમાં આવી છે તેમની સામે જન અધિકાર મંચના પ્રવીણ રામે બાયો ચડાવી છે અને લોકડાઉનમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પ્રવીણ રામે એક વિડીયો જાહેર કરી જણાવ્યું હતું કે લોકડાઉન વચ્ચે પણ ghcl કંપની ધમધમતી હોઇ એવો સ્થાનીક લોકોનો આક્ષેપ છે જરૂરિયાતમંદ પ્રોડક્ટના પ્રોડક્શનના નામે સમગ્ર કંપની ધમધમતી હોઇ એવો સ્થાનિક લોકોનો આક્ષેપ જરૂરિયાતમંદ પ્રોડક્ટના પ્રોડક્શન સિવાય કંપનીમાં અન્ય કોઈ ગતિવિધિ ચાલુ હોઇતો એ અત્યંત ગંભીર ગણાવી છે

જો કંપનીમાં અન્ય ગતિવિધિ ચાલુ હોઇ તો તંત્રને એવી તો કંઈ મજબૂરી છે કે બંધ કરાવી શકાતી નથી તેવા સવાલો પ્રવીણ રામે ઉઠાવ્યા છે અને તત્રની સામે પણ આક્ષેપ કર્યા છે  કંપનીની અન્ય ગતિવિધિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના ફેલાશે તો જવાબદાર કોણ બનશે તેવો સવાલ પ્રવીણ રામે કર્યો હતોજરૂરિયાતમંદ પ્રોડક્ટના પ્રોડક્શન માટે પણ તંત્રએ પરમીશન આપેલી હોઇ તો ચાલુ રાખી શકાય કંપનીમાં અન્ય ગતિવિધિ બંધના કરાવી તો આવનારા સમયમાં ટોળા સાથે કલેકટર કચેરી અથવા ghclના ગેટ આગળ ધરણાં કરવાની પ્રવિણ રામની ચીમકી

Leave a Reply

Your email address will not be published.