/

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે ગુજરાત પ્રવાસે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે મંગળવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓએ ગાંધીનગર જવા માટે રવાના થશે. જ્યાં અધ્યક્ષ ઓમ બિરલા પત્રકાર પરિષદનું સંબોધન કરશે. જે બાદ તેઓ સી પ્લેન મારફતે કેવડીયા ખાતે ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયા ટેન્ટ સિટી-2 ખાતે 25 અને 26 નવેમ્બરના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80મી ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમ 24થી 26 એમ 3 દિવસનો છે.

Leave a Reply

Your email address will not be published.