//

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાંબી લાઇન

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળી વહેંચવા ખેડૂતોએ લાંબી લાઇન લગાવી છે. ખેડૂતોના વાહનોની આ લાંબી લાઇન એટલી મોટી છે કે બેડી માર્કેટ યાર્ડથી મારવાડી ઇન્સ્ટિટ્યુટ સુધી નજરે ચડે છે. આ લાઇન લગભગ ત્રણ કિલોમીટર લાંબી છે. જો કે લાંબી લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યોં છે.

કોરોના કાળ વચ્ચે ટ્રાફીક અને આ પ્રકારની લાંબી લાઇન માર્કેટ યાર્ડના સ્ટાફ, ખેડૂત અને રાજકોટ વાસીઓ માટે જોખમી પુરવાર થઈ શકે છે. હકીકતમાં આ લાંબી લાઇન માર્કેટ યાર્ડના તંત્રની પગલે થઇ છે.

મહત્વનું છે કે જો માર્કેટ યાર્ડે ખેડૂતોને એસએમએસ કરીને આજના દિવસ નોંધાયેલા જ ખેડૂતોને બોલાવ્યા હોત તો આવી પરિસ્થિતિ સર્જાઇ નહોત. પણ આ પ્રકારની લાંબી લાઇન કોરોનાને સીધુ આમંત્રણ છે. આ રીતે ફક્ત યાર્ડમાં જ નહી પરંતુ વિવિધ ગામોમાં પણ કોરોના ફેલાઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આ રીતે કોરોના ફેલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.