///

સોમનાથમાં ભક્તોની લાંબી લાઇનો, કોરોના ગાઇડલાઇન્સનો ભંગ

વિક્રમ સંવંત 2077ના નવા વર્ષે સોમનાથ તીર્થમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવીકો ઊમટી પડ્યા હતાં. ભાવીકોએ વિશ્વકલ્યાણ સાથે મહામારીમાંથી દાદા સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. મહામારી વચ્ચે સોમનાથ મંદીરે આજે સોમવારે વહેલી સવારથી ભાવીકો ઊમટ્યાં હતાં અને સવારથી જ મંદીર બહાર ભક્તોની કતારો જોવા મળી હતી.

સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની દર્શન માટે લાંબી લાઈન લાગી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિકોમાં કેટલાક ભાવિકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતાં. આ વચ્ચે સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડથી કોરોના ગાઈડલાઈન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આ કોરોના મહામારી વચ્ચે પણ ભાવિકોએ સમુદ્ર મંથનમાં મહાદેવે હળાહળ વિષ પીને માનવતાની રક્ષા કરી તેવી રીતે સોમનાથ દાદા આપણા દેશ અને સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીમાંથી મુક્તી અપાવે સાથે જ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.