મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નિખાલસતા અને સરળ વ્યક્તિત્વ માટે જાણીતા છે. કોરોના વાઇરસના કહેર વચ્ચે હાલમાં નીતિનભાઈ પટેલ સતત કામગીરી કરી રહ્યા છે. નીતિનભાઈ પટેલ હર હંમેશ નાનામાં નાના માણસની ચિંતા કરતા આવ્યા છે. અને ગઈકાલે આ બાબતમાં દર્શન આખા ગુજરાતે અને દેશે કર્યા. અમદાવાદથી રાજસ્થાન શ્રમિકો ચાલતા જતા હોવાની અને તે ભખ્યાં હોવાની નીતિનભાઈને ખબર પડી તો તે કાર્યકરો સાથે સ્થળ ઉપર દોડી ગયા.
પહેલા ભૂખ્યા શ્રમિકો ને ભોજન કરાવ્યું. અને ત્યારબાદ તાત્કાલિક બસ ની વ્યવસ્થા કરાવી તમામ ને રાજસ્થાન પહોંચાડવાની વ્યવસ્થા કરી. મહત્વની વાત છે કે કોરોનાના પગલે સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે ગુજરાતમાં મજૂરી કરતા શ્રમિકો મોટી સંખ્યામાં હાલ હિજરત કરી પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.