//

લો બોલો પુરુષોએ પણ એલ.આર.ડી ભરતીની સીટો વધારવાની માંગ કરી : જાણો

ગુજરાતમાં એલ આર.ડી ભરતી બાદ આંદોલનો થમવા નું નામ નથી લેતા. મહિલાઓએ એલ.આર.ડી પરિપત્ર ની માંગ કરી 70 દિવસથી આંદોલન છેડયુ છે. સરકારે આંદોલનમાં સમાધાન કરી વલણ અપનાવવા મહિલાઓની એલ.આર.ડી ભરતીમાં સીટો વધારી હતી તો પુરુષ વર્ગ નારાઝ થયો અને હવે તેમને પણ સરકાર સામે બાયો ચડાવી હતી અને આજ થી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર પહોંચી આંદોલનનો બ્યુગલ ફુકયો હતો અને સરકાર એલ.આર.ડી ભરતીમાં પુરુષને પણ વધુ સીટો ફાળવે તેવી માંગ સાથે આજ થી આંદોલનના મંડાણ કર્યા છે સરકાર અને આગેવાનો એક પછી એક આંદોલનો  ઠારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સરકાર જે નિર્ણય કરે તેમાં સરકાર પોતે જ ચક્રવ્યૂહમાં ફસાતી જાય છે હવે સરકાર પુરુષોની સીટો વધારવા ની માંગ સામે કેવા પગલાં લેશે કે પછી દિવસે ને દિવસે વિવાદ વકરતો જશે એ સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે.

Leave a Reply

Your email address will not be published.