/

LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, સતત બીજા મહિને ઘટાડો નોંધાયો

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે નાગરિકોને થઈ રહેલી હાલાકીના સમયમાં નાગરિકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરકારે સતત બીજા મહિને એલપીઝી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારની માલિકીના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડએ તોના માસિક ભાવમાં ફેરફાર કર્યા છે. આઈઓસીએ તેની માસિક ભાવ સમીક્ષામાં બિન સબસીડીવાળા 14.2 કિલો એલપીજી સિલિન્ડરોના ભાવમાં સરેરાશ 63 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ભારે ઘટાડા વચ્ચે એલપીજી સિલિન્ડરના દરમાં આ સતત બીજો માસિક ઘટાડો છે. નોંધનીય છે કે આ ઘટાડાથી લોકડાઉન દરમિયાન ગ્રાહકોને ચોક્કસ રાહત મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ચ, 2020માં ભારતના મોટા શહેરોમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ગરમાં સરેરાશ 54 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. જ્યારે ફેબ્રલુઆરી, 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પછી 145 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા બાદ ગ્રાહકોએ ગભરાઈને એકસાથે વધુ બુકિંગ કરાવી દીધું હોવાથી રાંધણ ગેસની માંગમાં વધારો થયો છે. આઈઓસીએ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેના તમામ પ્લાન્ટસ અને સપ્લાય સ્થળો સંપૂર્ણ રીતે કાર્યરત છે અને લોકડાઉનની સ્થિતિમાં પણ વિના અવરોધે ગ્રાહકોને રાંધણ ગેસ પુરો પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.