///

રસોઇ ગેસના LPG સિલિન્ડરમાં આવ્યો ભાવ વધારો, જુઓ નવો ભાવ

સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે. IOCએ ડિસેમ્બર માટે ગેસના ભાવ જાહેર કર્યા છે. સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમત દેશભરમાં 50 રૂપિયા વધારી દેવામાં આવી છે. પાંચ મહિના બાદ પહેલીવાર સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે.

IOCની વેબસાઇટ અનુસાર વધારા સાથે જ 14.2 કિલોગ્રામવાળા સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરના ડિસેમ્બર માટે દિલ્હીમાં 644 રૂપિયા થઇ ગયા છે, જે પહેલાં 594 રૂપિયા હતાં. કલકત્તામાં પણ તેનો ભાવ વધીને હવે 670.50 પૈસા થઇ ગયો છે. જે પહેલાં 630.50 હતો. મુંબઇમાં સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઇ ગયો છે. ચેન્નઇમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. નવો ભાવ 660 રૂપિયા છે. .જ્યારે જૂનો ભાવ 610 રૂપિયા હતો. આ ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડર પણ 56 રૂપિયા મોંઘો થયો છે.

LPG ગેસ સિલિન્ડરના ભાવ ઓઇલ કંપનીઓ દર મહિને નક્કી કરે છે. આ પહેલાં જૂલાઇ મહિનામાં ઓઇલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે કોરોના મહામારીના લીધે ઘરેલૂ LPG ગેસ સિલિન્ડર પણ આપ્યા નહતા. જેથી સરકારને સીધે સીધા 20 હજાર કરોડ રૂપિયાની બચત થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.