//

અચ્છે દિન : ગેસ સિલિન્ડરમાં ફરી ભાવ વધારો જાણો કેટલો ભાવ વધારો ઝીંકાયો

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડેને રાંધણગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરમાં ૧૫૦ રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. જે લાગુ પડી ગયો છે. રાંધણગેસના કુલ ૨૭.૬ કરોડ જેટલા ગ્રાહકો છે. જેમાં ૨ કરોડ લોકોને સબસીડી મળી નથી. સત્તા મેળવવા માટે મસમોટા વાયદાઓ કરી સરકાર અચ્છે દિન આયેંગે તેના વાયદા કર્યા હતાં અને હવે લોકોના બજેટમાં ગાબળુ પાડીને સરકાર એક પછી એક ભાવ વધારા ઝીંકી રહી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સામાન્ય અને મધ્યમવર્ગ માટે મુશ્કેલીના કપરા દિવસો ઉભા થયા છે. ૨૦૧૬માં સિલિન્ડરનો ભાવ ૪૯૨ રૂપિયા હતો જે આજે વધીને કયાં પહોંચ્યો ? એ લોકો જાણે જ છે.

રાંધણગેસની સબસીડીમાં વધારો કયારે થાય ?

મોટાભાગે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્વાના એકસ્ચેજ રેટ પ્રમાણે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. જેથી સિલિન્ડરની સબસીડીની રકમમાં પણ દર વર્ષે ફેરફાર કરવામાં આવે છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધે તો સરકાર વધારે સબસીડી આપે અને જયારે કિંમતો ઘટે તો સબસીડીમાં કાપ મુકવામાં આવે છે. રાંધણ ગેસ પર માલ અને જીએસટીની ગણતરી ઇંધણના બજાર મુલ્ય પર નક્કી થાય છે.

રાજયો-  કેટલો વધારો થયો
દિલ્હી- ૧૪૪.૫૦
કોલકત્તા- ૧૪૯
મુંબઇ-૧૪૫
ચેન્નાઇ- ૧૪૭
અમદાવાદની વાત કરીએ તો રાંધણગેસની સબસીડી વગરના ભાવ ૧૧ ફેબ્રુઆરી સુધી ૭૦૭ રૂપિયા હતા જે વધીને ૧૨ ફેબ્રુઆરીએ ૮૫૨ રૂપિયા થઇ ગયા છે. અમદાવાદમાં રાંધણગેસમાં ૧૪૫ રૂપિયાનો ભાવ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર મહિને સબસીડી અને માર્કેટ રેટમાં ફેરફારો થાય છે પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતમાં દિલ્હી ઇલેકશન નજીક આવતા હોવાથી ભાવ વધારો કર્યો નહતો. જે દિલ્હી ઇલેકશન બાદ બમણો કરવામાં આવ્યો. રાંધણગેસનાં ભાવ મહાનગરોમાં વધયા છે. 

Leave a Reply

Your email address will not be published.