/

પરિપત્ર આંદોલનમાં બે ફાટા, અલ્પેશે જાહેરાતને આવકારી :સત્યાગ્રહ છાવણી વિરોધ પ્રદર્શન યથાવત

ગાંધીનગર ખાતે ચાલતા સત્યાગ્રહ છાવણીમાં આંદોલનમાં હવે ધીમે-ધીમે ફાટાં પડવા લાગ્યા છે. ઓબીસી, એસ.સી, એસ.ટી સમુદાયનું આંદોલન યથાવત છે. ૧-૦૮-૨૦૧૮નો લોકરક્ષણનો પરિપત્ર રદ્દ ના થાય ત્યાં સુધી પ્રવિણરામે આંદોલન યથાવત રાખવાની વાત કરી છે. જયારે અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને વધાવી લીધી છે. જયારે હવે આંદોલનમાં બે ફાંટા પડી રહ્યા છે.

અલ્પેશ પરિપત્ર રદ્દ કરવાની વાત તો ઉચ્ચારી જ છે પરંતુ સરકારના નિરણયને હાલ પુરતો માન્ય રાખ્યો છે, પરંતુ પ્રવિણ રામ, અભિજીતસિંહ ભારડ, ચંદ્વવદનપીઠાવાલા અને પૂજાએ આંદોલનને યથાવત રાખી સરકારની સામે બાથ બીડી છે. એક તરફ સરકારનું વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના આગમનની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં એલઆરડી વિવાદીત પરિપત્ર સરકારને કાંટાના ગુલાબ જેવો હાથમાં આવ્યો છે.

એલઆરડી વિવાદીત પરિપત્રનું નથી થતુ સમાધાન કે નથી મળતો કોઇ હલ. જેથી આવા સંજોગોમાં ઓબીસી, એસ.ટી, એસ.સી વર્ગમાં ફાંટા પડતા વગ્રવિદોબ ચાલી રહ્યો છે. હવે આંદોલન સફળ થશે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે. જો કે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ગુજરાત પ્રવાસે આવવાનો હોવાથી હાઇ કમાન્ડે ચાલી રહેલા વિવાદનો અંત લાવવા આદેશો કરી આગેવાનોને સકિય કર્યા છે. હાઇકમાન્ડે આપેલા આંદોલન સમેટવાના આદેશોથી ગુજરાત સરકાર લોલીપોપ આપી વિવાદનો અંત લાવવા માટે છે. પરંતુ વિવાદ મુંઝાવાને બદલે ખીલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.