/

Breaking News : LRD વિવાદીત પરિપત્ર ૪ મંત્રીઓ સાથે બિનઅનામત સમાજના આગેવાનની બેઠક : જાણો શું થયું બેઠકમાં

આજે ગાંધીનગરમાં એલઆરડી વિવાદીત પરિપત્ર મામલે બિનઅનમાત વર્ગનાં નેતાઓની અને બીજેપીના નેતાઓની બેઠક મળી હતી. પાટીદારનેતા પૂર્વીન પટેલ સહિત બિન અનામત વર્ગના આગેવાનો દિનેશ બાભણિયા, રાજ શેખાવત, રમજુભા જાડેજા, યજ્ઞેસ દવે, વિવાદીત પરિપત્ર મામલે સરકાર સાથે મંત્રણા કરવા માટે બેઠકમાં ગયા હતાં.  જેમાં સમાજના આગેવાનો સાથે રાજય સરકાર તરફથી ઉપ મુખ્યમંત્રી નીતીન પટેલ, કૌશિક પટેલ, ભુપેન્દ્વસિંહ ચુડાસમાં, પ્રદીપસિંહ જાડેજા જેવા મોટા ગજાનાં નેતાઓ સમાધાન માટે બેઠકમાં હાજર હતાં.

આ બેઠક મુદ્દે દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યુ છે કે, પરિપત્રમાં જે ત્રુટીઓ હતી જે વિસંગતતાઓ હતી તે મુદ્દે બેઠકમાં ચર્ચાઓ થઇ હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્વ ત્રિવેદીએ આરસી ફળદુની મુલાકાત માટે બિન અનામત વર્ગનાં નેતાઓના ડેલીગેશન માટે સમય માંગયો હતો.

દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, મુખ્ય રજુઆત પરિપત્ર રદ્દ ના થવો જોઇએ એવી હતી. તેમજ અમારી અનામત મુદ્દે લડત ચાલુ રહેશે. અમને પણ અનામત મળવી જોઇએ. અમને અનામત નહીં મળે ત્યાં સુધી અમે અનામતની લડત સરકાર સામે લડતા રહીશું. અનામત નીતી બદલાવવાની અમે કયારેક વાત નથી કરી. અમને પણ અનામત મળવું જોઇએ.

બેઠક પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, સરકારે એલઆરડી વિવાદીત પરિપત્ર મામલે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. આ બેઠર પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે હજી સરકાર સાથે ખાલી વાતાધાટો જ ચાલી રહી છે પરંતુ સમાધાનના કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.